Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

અમદાવાદમાં ૩૫ ડિગ્રી તાપમાન, ગરમીમાં વધારો થતાં લોકો ત્રસ્ત



અમદાવાદ,મંગળવાર

અમદાવાદ સહિત
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં સાધારણ ઘટાડો  અનુભવાઇ રહ્યો છે અને તેની સામે દિવસ દરમિયાન ઉનાળા
જેવી ગરમીનો અનુભવાય છે. અમદાવાદમાં આજે દિવસનું તાપમાન ૩૫ ડિગ્રી થઇ જતાં ભરશિયાળે
ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો હતો.

અમદાવાદમાં ૩૫
ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
બીજી તરફ સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધીને ૨૦.૭ ડિગ્રી નોંધાયું
હતું. જોકે, અમદાવાદમાં હવે ગરમીમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થઇ શકે છે. આગામી ૩ દિવસ
અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી થવાની સંભાવના છે.

ગત રાત્રિએ ૧૩.૪
ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સિવાય અન્યત્ર વડોદરામાં
૨૨.૨, ભાવનગરમાં ૨૩, ડીસામાં ૧૭.૬, રાજકોટમાં ૨૦.૭ અને સુરતમાં ૨૫.૫ ડિગ્રી સરેરાશ
લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩-૪ દિવસ દરમિયાન તાપમાનમાં
૨-૪ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થશે.

 



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: