Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Bhavnagar

આજે શહેરમાં સ્ટેટ સીનીયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ માટે ખેલાડીઓની પસંદગી


– રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાવનગરની ૪ સહિત આશરે ૪ર ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે 

ભાવનગર

બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ભાવનગરના આંગણે આગામી દિવસોમાં સ્ટેટ સીનીયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં માટે આવતીકાલે શુક્રવારે ભાવનગરની ટીમના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગર સહિત જુદા જુદા જિલ્લાની ટીમ ભાગ લેશે. 

ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે આગામી તા. ૧ થી તા. ૪ ડિસેમ્બર દરમિયાન સ્ટેટ સીનીયર બાસ્કેટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા માટે આવતીકાલે શુક્રવારે સાંજે ૬ કલાકે ભાવનગર યુનિવર્સિટીના મેદાન ખાતે સીનીયર ખેલાડી ભાઈઓ-બહેનોની પસંદગી કરવામાં આવશે તેથી ખેલાડીઓને સમયસર હાજર રહેવા ભાવનગર બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરીએ જણાવેલ છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની ૪ ટીમ ભાગ લેશે, જેમાં શહેરની ભાઈઓ-બહેનોની ર ટીમ અને ભાવનગર યુનિવર્સિટીની ભાઈઓ-બહેનોની ર ટીમનો સમાવેશ થાય છે. રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાઈઓની આશરે રપ અને બહેનોની ૧૭ ટીમ મળી આશરે ૪ર ટીમ ભાગ લે તેવી શકયતા છે. 

ભાવનગરના ખેલાડીઓની પસંદગી કર્યા બાદ થોડા દિવસ કેમ્પનુ આયોજન કરવામાં આવશે અને ખેલાડીઓને ટુર્નામેન્ટ જીતવા તાલીમ આપવામાં આવશે. આ સ્પર્ધાને ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: