Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

ગુજરાત સરકારને જ્ઞાન લાદ્યું : કોરોના મૃત્યુ સહાય માટે RT-PCR, રેપિડ ટેસ્ટ માન્ય



સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી

સાચો મૃત્યુઆંક બહાર ન આવે તેવી સરકારની ગણતરી ઊંધી પડી, નાણાંકીય સહાય મેળવવા હજારો અરજીઓ આવી  

અમદાવાદ : કોરોનામાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનને નાણાંકીય સહાય આપવાના મામલે અટપટી પ્રક્રિયાથી સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકારથી ભારોભાર નારાજ છે. હવે સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકારને જ્ઞાા લાદ્યુ છે જેના પગલે સહાય મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તૈયારીઓ કરાઇ છે.

એટલુ જ નહીં, મૃત્યુના કારણને લઇને ઉભી થયેલી અસમંજસને પગલે હવે આરટી-પીસીઆર ટેસ્ટ, રેપિડ ટેસ્ટ સહિત હોસ્પિટલના દસ્તાવેજોને ય માન્ય રખાશે. સાથે સાથે  પણ મૃતકના પરિવારજનને કોવિડ ડેથ સર્ટીફિકેટ નહીં પણ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવા ય નક્કી કારયુ છે.

ગુજરાત સરકારના ચોપડે કોરોનાનો મૃત્યુઆંક 10 હજાર નોંધાયેલો છે. હકીકતમાં કોરોનાનો મૃત્યુઆંક ઘણો મોટો છે. સુપ્રિમકોર્ટના નિર્દેશને પગલે કોરોનાથી મૃત્યુ થયેલી વ્યક્તિને રૂા.50 હજાર સહાય આપવા નક્કી કરાયુ છે. ગુજરાતમાં પ્રશ્ન એ સર્જાયો છેકે, મોટાભાગના મૃતકોના ડેેથ સર્ટિફિકેટમાં મૃત્યુનુ કારણ જ દર્શાવાયુ નથી.

આ જોતાં સરકારે મૃત્યુઆંક બહાર ન આવે તે હેતુસર ફોર્મ ભરવાની અટપટી પ્રક્રિયા ઘડી હતી. સાથે સાથે કોરોનાથી મૃત્યુ થયુ છે કે કેમ તે નક્કી કરવા એક કમિટી રચવા સુધ્ધી નક્કી  કર્યુ હતું. જોકે, સુપ્રિમ કોર્ટે આરોગ્ય સચિવનો રીતસર ઉધડો લીધો હતો.એટલું જ નહીં, સરકારની દાનત પર  સવાલ ઉભો કરતાં ગુજરાત સરકારની આ આખીય ગણતરી ઉંધી પડી હતી. 

સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકારે કોરોનાની સહાય મેળવવાનું વધુ સરળ બને તે માટે કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના મતે, ટૂંક સમયમાં તા. 20 નવેમ્બરના પરિપત્રમાં સુધારો કરી નવા નિયમો સાથે પરિપત્ર જારી કરવામાં આવશે.

હવે કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવા પણ નક્કી કરાયુ છે. આ ઉપરાંત આરટી પીસીઆર ટેસ્ટ, રેપિડ ટેસ્ટને પણ માન્ય ગણાશે.  દર્દીએ હોસ્પિટલમાં સારવાર મેળવી હોય તેના દસ્તાવેજોને પણ માન્ય રાખવામાં આવશે. 

કોરોનાની સહાય ગુજરાત સરકાર માટે રાજકીય આફત નોંતરશે કેમકે, અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસે જ આખાય રાજ્યમાં ગામડે ગામડે જઇને કોરોનાથી થયેલા મૃતકોના પરિવારજનોને મળીને ફોર્મ ભરાવ્યા હતાં ત્યારે કોરોનાનો મૃત્યુઆંક પ0 હજારથી વધુ થવા જાય છે. આ જોતાં આ મુદ્દો આગામી દિવસોમાં રાજકીય સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: