Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Cricket News

જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ વિજય : કેનેડાને ૧૩-૧થી હરાવ્યું


ભુવનેશ્વર,
તા.૨૫

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે કેનેડા સામે ૧૩-૧થી ધમાકેદાર જીત
હાંસલ કરતાં જુનિયર મેન્સ હોકી ચેમ્પિયનશિપમાં ખાતુ ખોલાવ્યું હતુ. ભારત તરફથી
વાઈસ કેપ્ટન અને ડ્રેગ ફ્લિકર સંજય તેમજ અરાઈજીત સિંઘે ૩-૩ ગોલ નોંધાવ્યા હતા.
ફ્રાન્સ સામેની પ્રથમ મેચમાં ૪-૫થી લડાયક હારનો સામનો કરનારા ભારતે આ જીતની સાથે
ફરી વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. હવે તારીખ ૨૭મી નવેમ્બરને
શનિવારે આખરી લીગ મેચમાં ભારતનો મુકાબલો પોલેન્ડ સામે થશે. ફ્રાન્સે ૭-૧થી
પોલેન્ડને હરાવ્યું હતુ. જ્યારે પોલેન્ડ પ્રથમ મેચમાં કેનેડા સામે ૧-૦થી જીત્યું
હતુ.

ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા મેન્સ જુનિયર હોકી વર્લ્ડ
કપમાં ભારતે તેની બીજી ગૂ્રપ મેચમાં પ્રભુત્વસભર દેખાવ કર્યો હતો. ભારત તરફથી
સંજયે ૧૭મી
, ૩૨મી અને
૫૯મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલ ફેરવતા ટીમની સ્થિતિ મજબુત કરી હતી. જ્યારે
અરાઈજીત સિંઘે ૪૦મી
, ૫૦મી અને
૫૧મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઉત્તમ સિંઘ-શારદા નાથ તિવારીએ બે- બે
તેમજ કેપ્ટન વિવેક સાગર પ્રસાદ
,
મનીન્દર સિંઘ અને અભિષેક લાકરાએ ૧-૧ ગોલ કર્યા હતા.

કેનેડા તરફથી એકમાત્ર ગોલ ૩૦મી મિનિટે ક્રિસ્ટોફર ટાર્ડિફે
કર્યો હતો. ભારતે હાફ ટાઈમ સુધીમાં ૪-૧થી સરસાઈ મેળવી લીધી હતી. આખરી ક્વાર્ટરમાં
ભારતે આક્રમક મિજાજ સાથે કેનેડાના ગોલ પોસ્ટ પર આક્રમણ કર્યા હતા અને વધુ છ ગોલ
નોંધાવ્યા હતા.

સ્પેને અમેરિકાને ૧૭-૦થી હરાવતા વર્લ્ડ રેકોર્ડ

જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાં એક જ દિવસે બે વખત સૌથી
મોટા માર્જીનથી મેચ જીતવાનો રેકોર્ડ તુટી ગયો હતો. આર્જેન્ટીનાએ ૧૪-૦થી ઈજીપ્તને
પરાજય આપ્યો હતો. જે જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કમપાં સૌથી મોટા અંતરનો વિજય હતો. આ
અગાઉનો રેકોર્ડ ૧૯૮૨માં ભારતે ૧૩-૦થી સિગાપોરને હરાવીને નોંધાવ્યો હતો.
આર્જેન્ટીનાએ આ રેકોર્ડ તોડયો તેના ગણતરીના કલાકોમાં જ સ્પેને ૧૭-૦થી અમેરિકાને
હરાવીને નવો કીર્તિમાન પોતાના નામે નોંધાવી લીધો હતો. નેધરલેન્ડે પણ હાઈ સ્કોરિંગ
મેચમાં ૧૨-૫થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: