Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Cricket News

ટીમમાં યોગદાન આપવા માટે દરેક વખતે સદી ફટકારવી જરુરી નથી : રહાણે


કાનપુર, તા.૨૪

કોહલી
અને રોહિતની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન્સી
કરી રહેલા રહાણેનું ખુદનું ફોર્મ ચિંતાજનક છે. જોકે તેણે કહ્યું છે કે
, હું મારા ફોર્મથી
ચિંતિત નથી. દરેક મેચમાં સદી ફટકારીએ એટલે જ ટીમ માટે યોગદાન આપ્યું કહેવાય તેવું
જરુરી નથી. ચાલુ વર્ષે રમાયેલી ૧૧ ટેસ્ટ મેચમાં રહાણેની સરેરાસ ૧૯ની રહી છે.

ન્યુઝીલેન્ડ
સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ રહાણેએ કહ્યું કે
,
હું મારા ફોર્મથી ચિંતિત નથી. મારું કામ ટીમની સફળતા માટે બને
તેટલું યોગદાન આપવાનું છે. ટીમમાં યોગદાન આપવા માટે દરેક વખતે સદી ફટકારવી જરુરી
નથી. પ્રત્યેક ઈનિંગમાં ૩૦
, ૪૦ કે ૫૦ રન નોંધાવવા એ પણ ટીમ
માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. રહાણેએ ઊમેર્યું કે
, ભવિષ્યમાં
શું થશે તે અંગે હું ચિંતા કરતો નથી. ભવિષ્યમાં જે થવાનું છે તે થઈને જ રહેશે.

રહાણેએ
ઊમેર્યું કે
, કોચ રાહુલ દ્રવિડે અમને કોઈ વિશિષ્ટ ટીપ્સ આપી નથી. તેમણે મને અને
પુજારાને કહ્યું કે
, તમે તમારો ગેમપ્લાન જાણો છો. વળી તમે
આટલા વર્ષોથી રમો છો
, જેના કારણે તેમને તમારી ભૂમિકાની સમજ
છે. તમારે બહુ ચિંતા કરવાની જરુર નથી.

રહાણેએ તેની આ જ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, શ્રેયસ ઐયર ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીથી ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરશે. રહાણેની આ જાહેરાત સાથે સુર્યકુમાર બહાર રહેશે તે લગભગ નક્કી થઈ ગયું હતુ. 



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: