Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Rajkot

દ્વારકામાં ઈ.સ. 1951માં નવેમ્બરમાં 15 ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતોઆ માસમાં રાજકોટમાં 2010માં 5 ઈંચ, અમદાવાદ 1982માં 4 ઈંચ, સુરતમાં ઈ.1946માં 8 ઈંચ કમોસમી માવઠું વરસ્યું હતું

રાજકોટ,: નવેમ્બર એટલે કે મોટાભાગે કારતક માસ, શિયાળાનો આરંભકાળમાં આમ તો સુકુ અને સૂર્યપ્રકાશિત હવામાન હોય પણ તેના બદલે માવઠાંનો માહૌલ રાજ્યમાં દોઢ સદીથી વરસતા રહ્યા છે પરંતુ, ઈંચમાં માપી શકાય તેવો ધોધમાર વરસાદ ભાગ્યે જ થતો હોય છે અને આ વર્ષે તે જોવા મળ્યો છે. દ્વારકામાં ઈ.સ.૧૯૫૧માં માવઠાંનો મહત્તમ વરસાદ ૩૭૯ મિ.મિ. (૧૫ ઈંચથી વધુ) હવામાન વિભાગમાં નોંધાયેલો છે. 

ગુજરાતના ચાર મહાનગરોમાં (૧) અમદાવાદમાં ઈ.૧૯૮૨માં રેકોર્ડબ્રેક ૪ ઈંચ વરસાદ અને તે વર્ષની તા.૯-૧૧-૮૨ના ૩ ઈંચ (૭૭ મિ.મિ.) વરસાદ નોંધાયો હતો. (૨) રાજકોટમાં ઈ.સ.૨૦૧૦માં ૫ ઈંચ (૧૧૮ મિ.મિ.) કમોસમી વરસાદ નોંધાયો તે સદીનો સૌથી વધારે છે. ઉપરાંત રાજકોટમાં ગત વર્ષ ૨૦૧૯માં ૧૬ મિ.મિ. (પોણો ઈંચ) અને ૨૦૧૪માં ૧૫ મિ.મિ.વરસાદ પણ નોંધાયો હતો. ત્યારે દ્વારકામાં આ બન્ને વર્ષોમાં ઝાપટાં નોંધાયા છે. (૩) સુરતમાં ઈ.સ.૧૯૪૬માં શિયાળાના નવેમ્બર માસમાં ૮ ઈંચ વરસાદ અને તેમાંય આ માસની તા.૫ નવેમ્બરે એક દિવસમાં ૬ ઈંચ (૧૪૮ મિ.મિ.) વરસાદનો વિક્રમ છે. હજુ બે વર્ષ પહેલા ઈ.૨૦૧૯માં જ સુરતમાં દોઢ ઈંચ (૩૨ મિ.મિ.) કમોસમી વરસાદ નોંધાયો છે. (૪) વડોદરામાં ૧૯૭૯ના નવે.માસમાં ૮ ઈંચ અને તા.૪-૧૧-૧૯૬૨ના એક દિવસે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરામાં આ ઉપરાંત ગત દસકાંમાં ૨૦૧૪, ૨૦૧૫માં એક-એક ઈંચ અને ૨૦૧૯માં ૫ મિ.મિ.વરસાદ નોંધાયો છે. 

દિવાળી પછી મગફળી સહિતનો તૈયાર પાક પાથરા કરીને ખેતરમાં રખાયો હોય છે ત્યારે આવો કમોસમી વરસાદ નુક્શાન પહોંચાડે છે તો નવેમ્બર માસમાં ખેડૂતો રવિપાકની વાવણી કરતા હોય છે, છોડ કુમળા હોય તેના પર વરસાદ આફત રૂપે વરસે છે.ગુજરાતમાં છેલ્લે ૨૦૧૯,૨૦૧૪માં કમોસમી વરસાદ વરસ્યો હતો. Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: