Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

પોલીસ સ્ટેશનમાં જ ખૂની ખેલ ખેલાયો યુવકને આડેધડ ચાકુના ઘા માર્યા


અમદાવાદ,મંગળવાર

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં ગઇકાલે રાતે પાનના ગલ્લા પર સિગારેટ લીધા બાદ પૈસા નહી આપીને યુવકે ગલ્લામાં તોડફોડ કરી હતી. જેને પાનનો ગલ્લો ધરાનાર ફરિયાદ કરવા જતાં આરોપીના પિતા પોલીસ સ્ટેશને ગયા હતા અને પાર્કિગમાં વાહન ઉપર બેઠેલા હતા આ સમયે પાનનો ગલ્લો ધરાવતા યુવકના કાકાએ આવીને તોડફોડ કરનારા યુવકના પિતાને આડેધડ ચાકુના ઘા માર્યા હતા. આ બનાવ અગે અમરાઇવાડી પોલીસ બન્ને પક્ષે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેે.

પાનના ગલ્લામાં તોડફોડ કરનાર યુવકના પિતા  ઉપર પોલીસ સ્ટેશનમાં જીવલેણ હુમલો કરતા ચકચાર

આ કેસની વિગત એવી છે કે   અમરાઇવાડી વિસ્તારમાં ભીલવાડા ખાતે સવગણનગર ખાત ે રહેતા અને શીતલનગર પાસે મહાદેવ પાનના ગલ્લો ધરાવતા વિશાલભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ેએ મહાલક્ષ્મીનગર ખાતે રહેતા જયેશ ઉર્ફે જયેશ રાકેશભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે જયેશ બુલેટ લઇને આવ્ય ો હતો અને સિગારેટ લીધા બાદ રૃપિયા માગતા તેણે દાદાગીરી કરીને ગલ્લામાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે ફરિયાદી અમરાઇવાડી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હોવાની જાણ થતાં આરોપીના પિતા પણ પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા.

 બીજી ફરિયાદમાં અમરાઇવાડી સુખરામનગર પાસે લક્ષ્મીનગરમાં રહેતા રાકેશભાઇ હીરાભાઇ ચાવડાએ અમરાઇવાડીમાં સવગણનગરમા રહેતા અને પાનનો ગલ્લો ધરાવતા યુવકના કાકા  અરવિદભાઇ હરીશભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે કે   તેમના દિકરાએ ગલ્લા ઉપર માથાકુટ કરી છે અને સામે વાળા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને ગયા હોવાની વાતને લઇને તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશનના પાર્કિગમાં બાઇક ઉપર બેઠેલા હતા આ સમયે  આરોપી ચાકુ લઇને આવ્યા હતા અને ફરિયાદી ઉપર ચાકુથી જીવલેણ હુમલો કરીને નાસી ગયા હતા ફરિયાદીને ગળા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: