Stay News

Stay News "Powered by HD Developer" Hardik Vaghela- 7405292910

Stay News-revenu ad

Stay News mobail

Stay News-revenu ad

Stay News mobail

Ahmedabad

NCLTમાં જજ તરીકે નવાં CA CSને તક મળવી જોઇએ : રિટ



અમદાવાદ,
ગુરુવાર

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્ય (જજ)ની ભરતી
જાહેરાતમાં ૫૦ વર્ષની લધુતમ વયમર્યાદાના નિયમને ગુજરાત હાઇકોર્ટમાં પડાકરવામાં
આવ્યો છે. અરજદારની રજૂઆત છે કે ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્ય તરીકે કામ કરવા માટે
નવાં સી.એ.
, સી.એસ.
અને કોસ્ટ એકાઉન્ટન્ટને પણ તક મળવી જોઇએ. હાઇકોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને
નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એન.સી.એલ.ટી. અને
એપલેટ ટ્રિબ્યુનલમાં ટેકનિકલ સભ્ય તરીકે સી.એ.
, સી.એસ.,
અને કોસ્ટ એકાઉન્ટન્ટની નિમણુક થતી હોય છે. 
હાલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા એન.સી.એલ.ટી.માં છ અને એપલેટ
ટ્રિબ્યુનલમાં બે ટેકનિકલ સભ્યોની નિમણુક માટે નોટિસ બહાર પાડવામાં આવી છે. જેમાં
માંગવાાં આવેલી અનુભવ અને વયમર્યાદાના કારણે નવાં સી.એ
, સી.એસ. અને કોસ્ટ
એકાઉન્ટન્ટને મક મળી શકે તેમ નથી. આ ઉપરાંત ભરતીની જાહેરાત કાયદા મંત્રાલયની
જગ્યાએ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવમાં આવી છે. જેથી હાઇકોર્ટે આ
અંગે જરૃરી આદેશો આપવા જોઇએ અને ભરતી પ્રક્રિયા રદ કરવી જોઇએ.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: